લંડન: ભારતની ધાર્મિક વિવિધતાથી બ્રિટન ખુબ પ્રભાવિત થયું છે. બ્રિટનની સંસદમાં ચર્ચા દરમિયાન કહેવામાં આવ્યું કે બહુસંખ્યક હિન્દુઓની ભારે સંખ્યા હોવા છતાં ભારતમાં ધાર્મિક વિવિધતા વખાણવા લાયક છે. આ દરમિયાન ચર્ચામાં જોઈન્ટ વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે બ્રિટન-ભારત આંતર ધર્મ વાર્તાને પ્રોત્સાહન આપવા માટે કરાયેલા મહત્વપૂર્ણ કાર્યોને પણ રેખાંકિત કરવામાં આવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી વધુ વિવિધતાવાળો દેશ
બ્રિટના વિદેશ, રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) અને વિકાસ કાર્યાલય (FCDO)ના મંત્રી નિગેલ એડમ્સ (Nigel Adams)એ ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે ભારતમાં કપરી પરિસ્થિતિઓમાં પણ માનવાધિકારના મુદ્દાઓને સ્વતંત્ર રીતે ખુલીને ઉઠાવવામાં આવે છે. ભારતના સેક્યુલર બંધારણમાં બધા નાગરિકોને બરાબરીના અધિકાર મળેલા છે. તેમણે આગળ કહ્યું કે જે લોકોને અમારી જેમ ભારત જવાની તક મળી છે તેઓ જાણે છે કે તે એક અદભૂત દેશ છે. દુનિયામાં તે સૌથી વધુ વિવિધતાવાળો દેશ છે. 


કોરોનાની રસીની આડઅસર!, રસી મૂકાવ્યા બાદ ડોક્ટરના પ્લેટલેટ્સની સંખ્યા ઝીરો થઈ ગઈ, આખરે મોત થયું


Dominic Raab એ ઉઠાવ્યા હતાં મુદ્દા
નિગેલ એડમ્સે કહ્યું કે, 'હું આશ્વસ્ત કરી શકું છું કે વિદેશ મંત્રી ડોમિનિક રાબ (Dominic Raab)એ ડિસેમ્બરમાં ભારત પ્રવાસ દરમિયાન માનવાધિકાર સંબંધિત અનેક મુદ્દાઓ પતોાના ભારતીય સમકક્ષ સમક્ષ ઉઠાવ્યા જેમાં કાશ્મીરના હાલાત પણ સામેલ હતા. અમે આશા કરીએ છીએ કે ભારત સરકાર તેનું સમાધાન કરશે અને તમામ ધર્મોના લોકોના અધિકારોની રક્ષા કરશે. તે ભારતના બંધારણ અને ગૌરવપૂર્ણ સમાવેશી પરંપરાને જાળવી રાખશે.'


રિપોર્ટમાં Donald Trump વિશે હચમચાવી નાખે તેવો દાવો, એકલા હોય ત્યારે આવી હરકતો કરે છે ટ્રમ્પ


ભારત સાથે મજબૂત સંબંધો પર ભાર
આ બાજુ યુરોપીયન યુનિયન (EU) થી અલગ થયેલા બ્રિટનના ભારત સહિત અન્ય દેશો સાથે સંબંધો કેવા હશે તેના પર એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. 'ગ્લોબલ બ્રિટન, ગ્લોબલ બ્રોકર: ફોર યુકેઝ ફ્યૂચર ઈન્ટરનેશનલ રોલ'વાળા મથાળા વાળા આ રિપોર્ટમાં કહેવાયું છે કે બ્રિટને પોતાની ઉર્જા અને રોકાણ નરમપંથી લોકતાંત્રિક દેશોમાં લગાવવી જોઈએ. જેમાં ભારત, યુરોપીયન યુનિયનના અન્ય સભ્ય દેશો અને અમેરિકા પણ સામેલ છે. રિપોર્ટમાં બ્રટિનને સૂચન અપાયું છે કે તે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અને દક્ષિણ કોરિયા સાથે વેપાર વધારવા પર ભાર મૂકે. આ સાથે જ એ દેશો સાથે સંબંધ મજબૂત કરવાની વકીલાત કરવામાં આવી છે કે જે ચીન સામે મુકાબલો કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ભવિષ્યમાં બ્રિટને ચીન, ભારત, સાઉદી અરબ અને તુર્કીના પડકારો પણ ઝેલવા પડી શકે છે. અનેક ઉદ્દેશ્યોની પ્રાપ્તિમાં આ દેશો બ્રિટન માટે પડકાર બનશે. 


Pakistan માં હિંદુ મહિલા ટીચરને બળજબરીપૂર્વક કબૂલ કરાવ્યો ઇસ્લામ, નામ બદલીને રાખ્યું આયશા


યુકે માટે મહત્વપૂર્ણ છે ભારત
રિપોર્ટમાં ભારતનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે ભારત બ્રિટન માટે અપરિહાર્ય છે. જલદી તે દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની જશે. તે ચાલુ દાયકામાં જ દુનિયાની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા અને રક્ષા બજેટવાળો દેશ બની જશે. આમ તો બંને દેશોના પ્રગાઢ ઐતિહાસિક સંબંધો રહ્યા છે પરંતુ ઉપનિવેશકાળની કેટલીક ઘટનાઓ સંબંધોમાં કડવાહટ પેદા કરી શકે છે. આમ છતાં ભારતનું બ્રિટન માટે મહત્વપૂર્ણ સ્થાન રહેશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube